AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

‘ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ’ એ ગાંધીજીએ જીવનમાં અપનાવેલ અને શીખવેલ વ્રતો, નિયમો અને ઉપદેશોનો તેમના જ લખાણોમાંથી સાર આપે છે. મોટાભાગના લખાણો તેમના મૂળભૂત ગ્રંથો મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ-તેનું રહસ્ય અને સ્થાનમાંથી લેવામાં આવેલ છે. આ પુસ્તકો મોટેભાગે ગાંધીજીએ આશ્રમવાસીઓને ઉદ્દેશીને લખેલા હતા. આ પુસ્તક તેમના આ ઉપદેશોનું સરવૈયું આપે છે.

INR 15.00

बीसवीं सदी का रजतपट चार्ली चॅप्लिन नामक प्रतिभा से अभिभूत हैं। पर्दे पर आकृतियां जब दौड़ने लगीं—बेरंग, बेजुबान, तब चालीं ने उन बेजुबान आकृतियों को स्वर दि या, उन बेरंग फिल्मों में जीवन का रंग भरा। चार्ली चॅप्लिन ने समाज के एक हारे और मारे व्यक्ति को अभिनीत कि या और वह बन बैठा विश्व का सर् वाधिक लोकप्रिय चरित्र। चॅप्लिन इंग्लैंड में जन्मा , अमरीका में सृजनशील हुआ और सदस्य बना—समूचे मानव-समाज का। चार्ली की दरिद्रनारायण से कुबेर बनने तक की जीवनयात्रा और फिर खुशियों की तलाश का लंबा सफर, किसी चलचि त्र-पटकथा से कम रोमांचक और नाटकीय नहीं था। जगत को हँसानेवाले, जगत के जीवन में रंग भरनेवाले चार्ली को अपने जीवन में कि तनी सुख और शांति नसीब हुई? गुजराती के वि ख्या त हास्यकार वि नोद भट्ट की लेखनी से रचि त यह मर्मस्पर्शी पर अत्यं त सरस व्यक्तिचित्र चार्ली चॅप्लिन के जीवन के कुछ जाने और कई अनजाने प्रसंगो के द्वारा उस महान कला-प्रतिभा से एक अंतरंग परिचय कराता है।

Author(s) : Vinod Bhatt

INR 80.00

INR 100.00

INR 150.00

કેટલાક અપરાધભાવ કે આભાર સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ નહીંતર કાળની થપાટે તમારી સાથે રાત દિવસ ધબકતી વ્યક્તિના શ્વાસ અટકી જાય એ પછીની ક્ષણોમાં માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે ! જો મને મોકો મળ્યો હોત તો....જો એ સમયે મને ખબર હોત તો....આ ‘જો’ અને ‘તો’, આ બે શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈ કેટલુંય રહી જાય છે અને સમયાંતરે થીજી જાય છે ! કોઈપણ બાબતનો સ્વીકાર કરવો, કંઈક કન્ફેસ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આપણી ભૂલોને સ્વીકારવી કે બીજાની ભૂલોને જતાવવી આ બંનેમાં ફરક છે જે અનુભવનો જ વિષય છે. કોઈના માટે ફરિયાદ હોવી એમાં કંઈ જ ખોટું નથી જ કેમકે સંબંધોમાં ફરિયાદો બંધ થાય એ પછી ધરબાયેલી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઉભી થઈ જતી હોય છે. કંપેનીયનશીપ અને કોમ્પ્રોમાઈઝમાં એટલો જ ફરક હોય છે કે એકમાં દરેક સ્થિતિ-પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની સ્પેસ હોય છે અને બીજામાં દરેક બાબતે એવો સ્વીકાર હોય છે કે માણસ સમય જીવે છે કે કાપે છે એ ખબર નથી પડતી.

આ પુસ્તકમાં 26 પત્રો છે, કહો કે 26 કથાઓ છે. 26 પત્રવાર્તાઓ છે ! જેના કિરદારો હું પણ છું અને તમે પણ છો, એક રીતે આપણે બધા જ છીએ. આપણી આસપાસ ધબકતા સંબંધો છે. આ પત્રોની ‘પારકી’ વાતો વાંચતા જશો એમ એ ‘પોતાની’ વધારે લાગશે. આ પત્રો એ ટકોર છે, આપણા જીવાતા જીવનનો અરીસો છે અને ક્યાંક તમને વાત નહીં કરી શકતા તમારા જ કોઈ સંબંધનો ગળગળો અવાજ છે. આ પત્રો થકી સંબંધોની આસપાસ મૂંઝારાની, ફરીયાદની કે સંકોચની જે ધૂળ બાઝી ગઈ છે એ દૂર થાય ને બે મન એકબીજાની સાથે મોકળાશથી વ્યક્ત થઈ શકે તો એ આ પુસ્તકનું સૌભાગ્ય ગણાશે. આવો, હું તમને આપણી વાતો વાંચવા માટે નિમંત્રણ પાઠવું છું !

- રામ મોરી

INR 150.00

INR 50.00

INR 10.00

INR 200.00