Ek Satyavirni Katha athava Socrates no Bachav (એક સત્યવીરની કથા અથવા સોક્રેટિસનો બચાવ)

Price:
Added Successfully
Could not add item to cart. Please try again later.
About The Book
ગ્રીસના વીર સત્યપુરુષ સૉક્રેટિસ પોતે ઝેર પીને મરણ પામ્યો, અને જે દિવસે તે ઝેર પીવાનો હતો હતો તે જ દહાડે તેણે શરીરના નાશવંતાપણા ઉપર અને જીવના અમરપણા ઉપર પોતાના એક મિત્ર-સાગરીત આગળ વ્યાખ્યાન કરેલું. એમ કહેવાય છે કે તે અંતિમ ઘડી સુધી સહેજ પણ ડરેલો નહીં અને પોતે જે વ્યાખ્યાન કરવાનું હતું તેનું છેલ્લું વાક્ય બોલીને, ઝેરનો પ્યાલો રંગથી પીધો. તે ભાષણની નોંધ તેના પ્રખ્યાત સાગરીત પ્લેટોએ લખી છે. સૉક્રેટિસનો બચાવ બહુ સરસ અને નીતિના રસથી ભરેલો છે. ગાંધીજી એ ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકામાં વાચકો માટે તે ભાષણનો સાર પોતે કરેલો. તે સાર આ પુસ્તક સ્વરૂપે નવજીવન ટ્રસ્ટ વર્ષોથી પ્રકાશિત કરતું આવ્યું છે.